Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી એસ.ટી.ડેપોની બસનાં નવાં રૂટનો પ્રારંભ થયો.

Share

કોરોના વાઇરસનાં સંક્રમણમાં લીંબડી તાલુકામાં કેસો વધી રહ્યા છે અને ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉનની અંદર રાજ્યની એસ.ટી ડેપો બસોના રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જે હવે ફરીથી એસ.ટી બસો શરૂ થઈ છે, ત્યારે લીંબડી એસ.ટી. ની વર્ષોથી અમદાવાદ – વરમાનગર – નારાયણસરોવર – કચ્છ તરફ વાયા લીંબડી રૂટની બસ હતી, તેનાં રૂટને બદલવામાં આવ્યો છે. તે બસ હવેથી અમદાવાદ – મુન્દ્રા વાયા લીંબડી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ખીડોઇ, થઈને મુન્દ્રા કરવામાં આવતા મુસાફરોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આ બસ લીંબડી એસ.ટી.ડેપોથી 07:50 કલાકે ઉપડનાર હોવાનું એસ.ટી. વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ઉમરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

માંગરોળ : શ્રીમતી એલ. પી. ડી. પટેલ સાર્વ. વિદ્યાલયમાં ધો. 12 નાં વિદ્યાર્થીઓ માટે ‘6 STEPS TO SET A GOAL’ કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તા.25 એ “ગાના મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા દેશભક્તિ ગીતોનો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!