હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહારોગમાં ભારત પણ આવી ગયું છે જ્યારે ગુજરાત રાજ્ય પણ બાકાત નથી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડીમાં પણ કોરોના પોઝિટિવ કેશો વધી રહયા છે.જ્યારે લોકોના આરોગ્ય માટે ભારતના પ્રધાનમંત્રીએ ચિતા વ્યક્ત કરી અને કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે પૂરા ભારતમાં લોક ડાઉન આપવામાં આવ્યું હતું. આ લોકડાઉનની અંદર લીંબડીના જે ગરીબ લોકો જે પોતાના રોજી રોટી માટે જઈ શકતા ન હતા ત્યારે લીંબડીની માનવ સેવા જયભીમ ગ્રુપના કાર્યકરોએ 51 દિવસ સુધી પોતાના ઘરે રસોઈ, નાસ્તો બનાવીને આ ગરીબોના ઘરે ઘરે જઈ પીરસવામાં આવ્યું હતું અને અનાજ કિટો, વગેરે કિટો અપાઈ હતી તેઓની સેવાને બિરદાવીને લીંબડી આર. એસ. એસ. ના કાર્યકરોએ તેમના સન્માન કરેલ અને આર.એસ.એસ. સંઘ પ્રચારકની ગાથા કહેલ સાધના બુક અર્પણ કરેલ તેમજ કોરોના જેવી બિમારી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે હોમિયોપેથીક ગોળીઓ લોકોને વિતરણ કરવામાં આવી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી આર.એસ.એસ. નાં કાર્યકરોએ લીંબડી કોવિડ 19 માં કોરોના વોરીયર્સ તરીકે કામગીરી કરેલ કોરોના વોરિયરનું સન્માન કરવામાં આવ્યું.
Advertisement