લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોવિડ 19 આઇસોલેશન વોર્ડમા કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવે છે. ત્યારે આજે કોરો ને માત આપનાર ચાર વ્યક્તિઓને રજા આપવામાં આવી હતી. જેમાં લીબડી નાનાવાસ વિસ્તારમાં રહેતા એક બહેન કૃષ્ણનગરમાં રહેતા એક યુવાનને જ્યારે બે ગ્રામ્ય વિસ્તારો બોરણા ગામે બે મહિલાઓને કોવિડ 19 આઇસોલેશન વોર્ડમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે આ બાબતે જોવા જઈએ તો લીબડી કોવિડ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓની સહાનીય કામગીરી સામે આવી રહી છે. અને સાચા કોરોના વોરીયરસ તરીકેની ભૂમિકા આ કર્મચારીઓ ભજવી રહ્યા છે.
કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર
Advertisement