લીંબડી નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટ પદ્ધતિ ચાલી રહી છે.ત્યારે આ કોન્ટ્રાકટમાં કામ કરતા સફાઈ કર્મચારીઓને છેલ્લા 8 માસથી પગાર કરવામાં આવેલ નથી આવા આક્ષેપ સાથે લીંબડી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ લીંબડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આ કોરોના વોરિયર્સને સમયસર પગાર નહીં મળતા તેમનો સહારો બની જીલ્લા પંચાયત પૂર્વ બાંધકામ સમિતિનાં ચેરમેન ભગીરથસિંહ રાણા સહિતનાં અન્ય કાર્યકરોએ આવેદનપત્ર આપવામાં હાજરી આપી હતી તેટલું જ નહીં આવનાર સમયમાં જો તેમની પગારની માંગણી પુરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement