છેલ્લા ત્રણેક માસથી સમગ્ર રાજ્યનાં કર્મકાંડી બ્રાહ્મણોની આર્થિક પરિસ્થિતિ કથળી જવા પામી છે, લોકડાઉન અને કોરોના મહામારીને કારણે મંદિરો, દેવાલયો સંપૂર્ણ બંધ છે,અને ધાર્મિક કાર્યો પણ બંધ હોવાથી કર્મકાંડી બ્રાહ્મણોની રોજગારી પણ બંધ છે,અને આગામી લાંબા સમય સુધી તેમની રોજગારી શરૂ થઈ શકે તેમ ન હોવાથી આ પરિવારોની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન બદતર થતી જાય છે. આથી આ મામલે લીંબડી ઔદીચ્ય બ્રહ્મ સમાજનાં આગેવાનોએ લીંબડી સેવા સદન કચેરીએ અજયભાઈ દવે, દિવ્યકાંતભાઈ દવે, નિમેશભાઈ ત્રિવેદી, પ્રણવ ઠાકર, દિનેશ ત્રિવેદી, જોગીન્દ્ર દવેએ દોડી આવી રજૂઆત કરી હતી અને કર્મકાંડ સાથે જોડાયેલા લીંબડી શહેરનાં તમામ બ્રાહ્મણનાં પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવું વિશિષ્ટ પેકેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement :
Advertisement