14 મી ફ્રેબ્રુઆરીના દિવસે દેશ વિદેશમાં વેલેન્ટાઇન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વેલેટાઇન્ટ ડે એટલે કઈ ફક્ત પ્રેમીઓનો જ દિવસ એવું નથી હોતું કારણ કે પ્રેમ તો પિતા-પુત્રી, માતા-પુત્ર, ભાઈ-બહેન, બે મિત્રો વચ્ચે, બે સખીઓ વચ્ચે હોય જ છે. જ્યારે આજે લીંબડીની સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં વેલેન્ટાઈન ડે ની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીની ભાગ રૂપે વેલેન્ટાઇન ડે ને બદલે માતા – પિતાનું શસ્ત્રોક્ત બોલી, ચાંદલો કરી, પૂજન તથા આરતી ઉતારીને વેલેન્ટાઇન્ટ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ એક ભારતીય સંસ્કૃતિની પરંપરાગત છે એવા દ્રશ્યો જોવા મળેલ.આ કાર્યક્રમમાં વંદે માતરમની સ્તુતિ કરવામાં આવી હતી.તેમજ આ પ્રસંગે સ્કૂલના ટ્રસ્ટી બકુલભાઈ ખાખી, કનુભાઈ દવે, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર