સુરેન્દ્રનગર લીંબડી
તારીખ 29/9/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
હાલ ગુજરાતભરમાં અલગ અલગ સંગઠનો પોતાની માગણીઓ માટે અલગ અલગ રીતે માગી રહયા છે ત્યારે સંવિધાન સળગાવનાર સામે કડક પગલા લેવાય અને દેશમાં પરિવર્તન આવે તે માટે પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી
થોડા સમય પહેલા સંવિધાનને સળગાવીને ધોર અપરાધ કરવામાં આવેલ અને હાલ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી બની છે જેના કારણે મહીલાઓ ઉપર અવાર નવાર બલાત્કારના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સંવિધાન સળગાવનારને ફાસીની સજા અને મહિલાઓ ઉપર બલાત્કાર કરનારને પણ પફાસીની સજા આપવામાં આવે આ હેતું થી દિલત,મુશ્લીમ, અને ઓ.બી.સી. ના લોકો દ્વારા પરિવર્તન યાત્ર બોટાદથી બાઇક અને કારના કાફલા સાથે કાઢવામાં આવી હતી ત્યારે આ યાત્રા આજ રોજ લીંબડી પહોચી હતી અને બાબા સાહેબ આંબેડકરના સ્ટુચ્યુંએ પહોચી બાબા સાહેબને ફુલ હાર કર્યા હતા અને આગળ જવા રવાના થઇ હતી