આજે જ્યારે તારીખ ૨૪/૧૧/૨૦૨૦ છે ત્યારે આજનો દિવસ જન આંદોલન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા NPCDCS આયુષ અને કેન્દ્ર સરકાર દ્વારા ચલાવતા જન આંદોલન કાર્યક્રમના ભાગરૂપે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરવાનું મહત્વ તથા આયુર્વેદ દ્વારા સ્થાપિત સ્વસ્થ- વૃતનું રોજીંદા જીવનમાં મહત્વ વિશે લોકોને માહિતગાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભારત સરકાર દ્વારા સંચાલિત આયુર્વેદીકના આ વિભાગમાં ખાસ ડાયાબિટીસ, બીપી, સ્થુળતા, કેન્સર તથા લકવો જેવા રોગો માટે આયુર્વેદિક નિદાન દવા તથા તેની સાથે જરૂરી યોગ અને તેનું માર્ગદર્શન સાથે જરૂરી આહાર વિહારના પાલન વિશે લોકોને નિઃશુલ્ક જાણકારી આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ડૉ. તોરલબા જાડેજા, સુધિરકુમાર, મનિષકુમાર શેની, વિજયભાઈ ડોરીયા, જીતેન્દ્રભાઈ જાદવ વગેરે સ્ટાફના સહભાગે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડી સિવિલ હોસ્પિટલમાં NPCDCS આયુષ દ્વારા આજે જન આંદોલન કાર્યક્રમ યોજાયો.
Advertisement