ઉત્તરાયણ પર્વની ઉજવણી લોકોએ હર્ષભેર કરી પછી ઉત્તરાયણ પત્યા પછી પક્ષીઓના જીવ જોખમાયા છે કેમ કે ઝાડમાં દોરી પતંગ ગુંચવાયેલા હોય છે અને આજ ઝાડમાં પક્ષીઓનાં માળા આવેલા હોય છે ત્યારે ઉત્તરાયણની મજા અને મોતની સજા જેવું દ્રશ્ય સર્જાય છે ત્યારે અમુક પક્ષીપ્રેમીઓ દોરીઓમાં ફસાયેલા પક્ષીઓને કાઢી અને જો પક્ષીઓને ઈજા પહોંચી હોય તો તેની સારવાર કરે છે.
ત્યારે લીંબડી આશરે 15 થી 20 પક્ષીઓને આવી જાળમાં ફસાયેલા અને દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની મદદ કરી અને પક્ષીપ્રેમીનું ઉદાહરણ પૂરું પાડયુ હતું.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement