બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીએ બે મહિનાની લાંબી પ્રક્રિયા બાદ આજે સંસદના નીચલા ગૃહ – હાઉસ ઓફ કોમન્સમાં પોતાના નેતા અને દેશના આગામી વડાપ્રધાનનો નિર્ણય કર્યો છે. પીએમ પદની આ રેસમાં અંત સુધી માત્ર બે જ ચહેરા બચ્યા હતા – પૂર્વ નાણામંત્રી ઋષિ સુનક અને વર્તમાન વિદેશ મંત્રી લિઝ ટ્રસ.
કન્ઝર્વેટિવ પાર્ટીની ચૂંટણી સમિતિના નેતા જાહેર કરતાં લિઝ ટ્રસ તેમની પ્રથમ પસંદગી હતી. તે બ્રિટનના આગામી વડાપ્રધાનના પદ માટે આજે જાહેરાત થઇ હતી. તેમણે પીએમ પદની રેસમાં ઋષિ સુનકને હરાવ્યા હતા. ટ્રસ છ વર્ષમાં આ દેશના ચોથા પીએમ બનશે. આ પહેલા ડેવિડ કેમેરોન, થેરેસા મે, બોરિસ જોન્સન 2016 થી 2022 સુધી અલગ-અલગ સમયાંતરે પીએમ પદ સંભાળી ચુક્યા છે.
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેનું પરિણામ આખરે આવી ગયું છે. બ્રિટનમાં નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. અને ભારતીય મૂળના ઋષિ સુનકનો પરાજય થયો છે અને લીઝ ટ્ર્સની જીત થઇ છે. આ સાથે બ્રિટનને મહિલા વડાપ્રધાન તરીકે કાર્યભાર સાંભળશે. શરૂઆતમાં ભારતીય મૂળના ઋષિ સુનક આગળ ચાલી રહ્યા હતા જો કે બાદમાં તેઓ પાછળ રહી ગયા હતા અને લીઝ ટ્રસને વધુ મળતા તેને વડાપ્રધાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.