વરસાદી માહોલ હજુ શાંત પડ્યો નથી ત્યારે લખતરના અલગ-અલગ વિસ્તારોમાં ગંદકી અને રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે લખતર ભૈરવપરા વિસ્તારના સ્ત્રી પુરુષો લખતર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરી એ ઉગ્ર રજુઆત કરવા પહોંચુ
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ના ભૈરવપરા વિસ્તારના રહીશો પોતાની રજૂઆત લઈને તાલુકા પંચાયત કચેરીએ પહોંચી પોતાના વિસ્તારમાં પડતી અગવડને લઈને ઉગ્ર રજુઆત કરી હતી હાલ માં ખુબજ વરસાદ પડી રહ્યો હોય અને લખતર ભૈરવપરા વિસ્તાર માં વરસાદી પાણી ભરાઈ રહ્યા હોય અને પાણી નિકાલ નહિ થતો હોવાથી દેરી વાળી શેરી અને ભૈરવપરા વિસ્તાર માં પાણી ભરાઈ રહેતા ભૈરવપરા ના સ્ત્રી અને પુરૂષો મોટી સંખ્યા માં લખતર ગ્રામ પંચાયત ગયા હતા ત્યાં વ્યવસ્થિત અને યોગ્ય જવાબ નહીં આપતા લખતર તાલુકા પંચાયત રજુઆત કરવા જવા કહ્યું હતું આથી લોકો લખતર તાલુકા પંચાયત દોડી ગયા હતા અને પોતાના વિસ્તારમાં ગંદકી રોડ રસ્તા તેમજ આરોગ્યને લગતી ઉગ્રતા ધારણ કરી તાલુકા પંચાયતના અધિકારીને ઉગ્ર રજુઆત કરી હતી
લખતર ભૈરવપરા વિસ્તારની પુરુષો અને મહિલાઓએ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત ને ઉગ્ર રજુઆત કરી
Advertisement