Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

Share

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં એક મંદિરમાં તોડફોડ કરવાના મામલે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ગુરુવારે પાકિસ્તાની ઉચ્ચાયોગ (Pakistani High Commission) ના પ્રભારીને તલબ કર્યા અને આ ઘટના સંદર્ભે કડક વિરોધ નોંધાવ્યો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા પર સતત હુમલાને લઈને પોતાની ગંભીર ચિંતાઓથી પણ પાકિસ્તાની રાજનયિક (Pakistani Diplomat) ને માહિતગાર કર્યા. બાગચીએ મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે અહીં પાકિસ્તાની ઉચ્ચાયોગના પ્રભારીને આજે બપોરે તલબ કરાયા અને પાકિસ્તાનમાં થયેલી આ નિંદનીય ઘટનાને લઈને તથા લઘુમતી સમુદાયોની ધાર્મિક સ્વતંત્રતા તથા તેમના ધાર્મિક સ્થળો પર સતત થઈ રહેલા હુમલા પર પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરતા આકરો વિરોધ નોંધાવ્યો.

આ બાજુ પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ આ અંગે ટ્વીટ કરી. તેમણે લખ્યું ‘ભુંગમાં ગણેશ મંદિર પર થયેલા હુમલાની કડક નિંદા કરું છું. મે પહેલા જ પંજાબ આઈજી અને તમામ દોષિતોની ધરપકડ સુનિશ્ચિત કરવા તથા પોલીસની કોઈ પણ બેદરકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. સરકાર મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરશે.’અત્રે જણાવવાનું કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દુઓના એક મંદિર પર હુમલો કર્યો. ત્યારબાદ મંદિરના કેટલાક ભાગોમાં આગ લગાવી દીધી અને મૂર્તિઓને ખંડિત કરી. જ્યારે પોલીસ આ ભીડને રોકવા માટે અસમર્થ રહી તો હાલાતને કાબૂમાં કરવા માટે પાકિસ્તાની રેન્જર્સના જવાનોને બોલાવવામાં આવ્યા. લાહોર પોલીસના જણાવ્યાં મુજબ રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં ભીડે બુધવારે હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સ્થળ લાહોરથી લગભગ 590 કિમી દૂર છે અને જણાવ્યું છે કે કથિત રીતે એક મદરસાની બેઅદબીની ઘટના બાદ કેટલાક લોકોના ભડકાવવા પર ભીડે આ ઘટનાને અંજામ આપ્યો.

Advertisement

એક અધિકારીએ જણાવ્યું કે ગત અઠવાડિયે આઠ વર્ષના હિન્દુ બાળકે વિસ્તારના મદરસાના પુસ્તકાલયમાં કથિત રીતે પેશાબ કર્યો હતો. ત્યારબાદ ભુંગમાં તણાવ ફેલાઈ ગયો. આ વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન સમુદાયના લોકો દાયકાઓથી શાંતિપૂર્ણ રીતે રહેતા આવ્યા છે. પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાનીએ બુધવારે મંદિર પર હુમલાનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો અને કાયદા પ્રવર્તન એજન્સીઓને અપીલ કરી કે તેઓ ‘આગજની અને તોડફોડ’ રોકવા માટે જલદી ઘટનાસ્થળે પહોંચે.

તેમણે આ ઘટના સંદર્ભે અનેક ટ્વીટ કરી અને તેમાં કહ્યું કે રહીમ યાર ખાન જિલ્લાના ભુંગ શહેરમાં એક હિન્દુ મંદિર પર હુમલો. કાલે હાલાત ખુબ તણાવપૂર્ણ હતા. સ્થાનિક પોલીસની શરમજનક બેદરકારી, ચીફ જસ્ટિસને કાર્યવાહી કરવાની અપીલ કરું છું. રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી (DPO) અસદ સરફરાઝના જણાવ્યાં મુજબ કાયદા પ્રવર્તન એજન્સીઓએ હાલાત કાબૂમાં કરવા માટે ભીડને વેર વિખેર કરી હતી. તેમણે કહ્યું કે રેન્જર્સને બોલાવવામાં આવ્યા અને હિન્દુ મંદિરની આજુબાજુ તૈનાત કરાયા. ડીપીઓએ જણાવ્યું કે વિસ્તારમાં લગભગ 100 હિન્દુ પરિવારો રહે છે અને કોઈ પણ અપ્રિય સ્થિતિથી બચવા માટે પોલીસને તૈનાત કરાઈ છે. આ ઘટના સંદર્ભે હજુ કોઈ ધરપકડ થઈ નથી. તેમણે કહ્યું કે અમારી પહેલી પ્રાથમિકતા કાયદો વ્યવસ્થાને બહાલ કરવાની અને લઘુમતી સમુદાયને સુરક્ષા આપવાની છે. એક અન્ય પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરાયું છે. હુમલાખોરો પાસે ડંડા, પથ્થર અને ઈંટો હતી. ધાર્મિક નારા લગાવતી ભીડે મૂર્તિઓ તોડી અને મંદિરના એક હિસ્સાને બાળી મૂક્યો.


Share

Related posts

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરૂ થશે આ સર્વિસ

ProudOfGujarat

મોરવા હડફની ચૂંટણીમાં શિક્ષકોને વીમા કવચ સહિતની સુવિધા પુરી પાડવાની શિક્ષણ સંઘની માંગ…

ProudOfGujarat

ભરૂચ ઘટકના વિવિધ સેજાઓમાં આંગણવાડી કાર્યકરો દ્વારા “શ્રીઅન્ન” વાનગી હરીફાઈ સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!