Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોસંબા APMC ખાતે શાકભાજી માર્કેટ શરૂ કરાશે.

Share

કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતું બજાર થોડા સમય પહેલા બંધ કરવામાં આવ્યુ હતું પરંતુ નાના ખેડૂતો અને નગરજનોની માંગને ધ્યાને રાખી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે.

     આ બાબતે APMC કોસંબાના સંચાલકો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારી બજારમાં તાલુકાના તથા આજુબાજુના  તાલુકાનાં નાના આદિવાસી ખેડૂતો અને નાના વેપારીઓ શાકભાજી વેચાણ અર્થે આવે છે. તેમજ કોસંબા તરસાડી તથા આજુબાજુના ગામના ગ્રામજનો ખરીદી કરવા આવે છે. આ તમામ પ્રજાજનો તથા ખેડૂતોની માંગને ધ્યાને રાખી તા. ૨૯/૦૧/૨૦૨૨ થી દર શનિવારે શાકભાજી માર્કેટ શરૂ કરવામાં આવશે. જેમાં ફક્ત ફળ અને શાકભાજીનું જ વેચાણ થશે અને કોરોના મહામારીમાં સરકારની તમામ ગાઈડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવશે તેમ APMC કોસંબાના ચેરમેન  દિલીપસિંહ રાઠોડ દ્રારા જણાવેલ છે. 

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક આવતા કોરોનાનાં દર્દીઓને રાહત…

ProudOfGujarat

આમોદ નાહીયેર રોડ ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!