Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામકુઈથી પિચણવણ તરફ જતો રસ્તો ઑક્ટોબર 2020 થી હાલમાં પણ અધુરો છોડવામાં આવ્યાંના પર્દાફાશ..!

Share

જામકુઈથી પિચણવણ તરફ રસ્તાની મુલાકાત લેતા અને જોતા જે રસ્તો કેસવજી દેવજી એન્ડ સન્સ કોસંબા ના ઠેકેદાર તરફથી જાન્યુઆરી 2020 થી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. તેની કામગીરી સપ્ટેમ્બર 2020 માં પૂર્ણ કરવાની હતી. તે કામગીરી આજદિન સુધી પૂરી કરવામાં આવી ન હોવાની લોકચર્ચાઓ થઈ રહી છે . તેની કામગીરી ગોકુલીયા રાહે ધીમી ગતિએ ચાલી રહી છે. તેની અંદાજિત કિંમત એક કરોડ 37 લાખ રૂપિયા હોવા છતાં હાલમાં સ્થળ પર કામગીરી બંધ હોય ત્યારે કરાર મુજબ કામગીરી પૂર્ણ ના થતી હોય તો તેની સામે દંડનીય રકમ વસૂલવા માટે કાર્યવાહી કરી દંડ વસૂલી તેમજ કામગીરી પૂર્ણ કરાવવાની હોય છે.

ત્યારે સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે કે આ રસ્તાની કામગીરી ઝડપભેર ચાલુ કરાવી પ્રજાજોગ આ રસ્તો ખુલ્લો મુકે. તેમજ કરાર ખત મુજબ કામગીરીનો સમય પૂરો થયો હોય ત્યારે જેતે ઠેકેદાર પાસેથી તેની સામે દંડનીય રકમ વસુલી આ રોડની કામગીરી પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

ખ્વાજા સાહેબની શાનમાં ગુસ્તાખી કરનાર વિરુદ્ધ આગેવાનો દ્વારા પાલેજ પોલીસ સમક્ષ લેખિત ફરિયાદ આપી.

ProudOfGujarat

નવસારી સિવિલ હોસ્પિટલના સર્જન 10 હજારની લાંચ લેતા ઝડપાયા….

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વંઢ અને રોઝાનાર ગામે દીપડાનો આતંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!