રાજ્ય ભરમાં કોરોનાં વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. બીજી તરફ લોક ડાઉન્ડ નાં દિવસોમાં વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સુરત જિલ્લામાં મજુરી કામે આવેલા હજારો મજૂરો હવે મજુરી કામ બંધ થતાં હવે પેટીયું રડવા શું કરવું. એ એક વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. ત્યારે પરપ્રાંતીય અને રાજયનાં અન્ય જિલ્લામાંથી મજુરી કામ માટે સુરત જિલ્લામાં આવેલા આ હજારો મજૂરો પોતાનાં વતનમાં જવા માટે આજે સવારથી કીમ ચારરસ્તા ખાતે આવી પોહચ્યા હતા. પરંતુ લોક ડાઉન્ડ ને પગલે વાહન વ્યવહાર અને ટ્રેનો બંધ હોય આ મજૂરો પોતાનાં પરીવાર સાથે અટવાઈ પડ્યા હતા. જો કે એમને જમવાનું, નાસ્તો અને પીવાનાં પાણીની વ્યવસ્થા આ વિસ્તારની સેવા ભાવી સંસ્થાઓ એ કરી હતી. પરંતુ એકલ ડોકલ કોઈ વાહન આવે તો તેમાં આ મજૂર પરિવાર ચઢી જતો હતો. પરંતુ જે લોકો એ એમને મજુરી કામ માટે બોલાવ્યા હતા. એ લોકો એ મજૂરોને પોતાનાં વતનમાં પોહચાડવા જોઇએ. જો કે બીજી તરફ લક્ઝરી બસના સંચાલકો જો વહીવટી તંત્ર મંજુરી આપે તો પોતાની બસો મોકલવા તૈયાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર આ અંગે યોગ્ય વ્યવસ્થા કરે એ જરૂરી છે.
પરપ્રાંતીય અને રાજયનાં અન્ય જિલ્લાના મજૂરો વતનમાં જવાં માટે કીમ ચારરસ્તા ખાતે અટવાઈ પડ્યા.
Advertisement