કીમ ચાર રસ્તા નજીક આવેલી કોઠવા ગામની જાણીતી અને ગુજરાત સહિત ભારત દેશમાં પ્રસિદ્ધ – ઐતિહાસિક બાવન ગજની આવેલી મખદુમ શહીદ બાવાનીની દરગાહ ખાતે દર વર્ષે ઉર્ષ યોજાય છે તે વર્ષોની પ્રણાલી મુજબ આ વર્ષે પણ આગામી ત્રણ દિવસ માટે ઉર્ષ યોજાયો છે.ઉર્સ અને સંદલના ત્રીજા દિવસે એટલેકે 2 ડિસેમ્બરે રાત્રે કવાલીનો શાનદાર મુકાબલો યોજાશે. કોઠવા ગામે આવેલી હજરત મુખદુમ શહીદ બાબા તથા હઝરત શેરે અલી દાતાર બાવાની દરગાહ શરીફના દર્શને ગુજરાતમાંથી જ નહીં પરંતુ દેશમાંથી હિંદુ મુસ્લિમો લાખોની સંખ્યામાં આવે છે અને પોતાની માનતા ચડાવે છે.તમામ જ્ઞાતિના લોકો માટે કોમી એકતાની પ્રતીક મનાતી આ દરગાહ શરીફ ખાતે ઉર્સ નિમિત્તે રંગબેરંગી લાઈટોથી દરગાહને શણગારાઈ હતી.
Advertisement