Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

Share

ખેડા જિલ્લાના કપડવંજમાં મોડી રાત્રે એક અકસ્માતમાં કાર સળગતા કાર ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. કાર પહેલાં ઝાડ સાથે અથડાઈ અને ત્યારબાદ કારમાં આકસ્મિક આગ લાગતાં કાર ચાલક ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું.

કપડવંજ આતરસુંબા રોડ પર કાર પહેલા ઝાડ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં અચાનક આગ લાગી હતી. કાર ચાલક બહાર નીકળે તે પહેલાં જ આગની લપેટમાં આવી ગયો હતો. જેના કારણે કારની સાથે ચાલક ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઊમટ્યા હતા. ઘટનાની જાણ થતાં કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો ત્યાં સુધી કાર બળીને ખાખ થઇ ગઇ હતી. સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ProudOfGujarat

વડોદરાની બિગ બઝાર,બંસલ,ઓશિયા સુપર માર્કેટમાંથી ઘી સહિતના નમૂના લેવાયા

ProudOfGujarat

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!