Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી

Share

ખેડા જિલ્લાના મહુધા પાસેથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગતાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઈ નથી.

બુધવારે ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ લઇને કાકરોલી રાજસ્થાન જઈ રહેલી બસમાં એકાએક આગ લાગી હતી. આગ લાગતા બસ ચાલકે બસને રોડ પર ઊભી કરી દીધી હતી આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો અને ગામના લોકો દોડી આવ્યા હતાં અને તમામ મુસાફરો અને સામાન બસમાંથી સહિ સલામત ઉતારવામાં મદદ કરી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી ઘટનાની જાણ થતાં મહુધા અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો મોટી જાનહાનિ ટળી છે. આ બનાવમા સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણનાં દેથાણ ગામમાં મૂળ નિવાસી એકતા મંચના અગ્રણીઓએ ભોગ બનેલ મહિલાના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના આપી.

ProudOfGujarat

વડોદરા : મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

કુદરતનો પ્રકોપ કે પછી શ્રાપ:સુરત જિલ્લાના એક ગામમાં એક પછી એક એમ ૪૦ લોકોના અકાળે મોત થયા.જાણો વિગતે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!