Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણૂક કરાઇ.

Share

નડિયાદ ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખપદે અજયભાઈ બ્રહ્મભટ્ટની નિમણુંક કરવામાં આવી છે. ૫૦ વર્ષીય અજયભાઈ  બ્રહ્મભટ્ટ કેમિકલ એન્જિનિયર છે. આજે બપોરે અજયભાઈ બ્રહ્મભટ્ટે પોતાનો નવો કાર્યભાર સંભાળી લીધો છે. નડિયાદ  સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ , નડિયાદના  ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો, યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉમટી પડી નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટને હર્ષોલ્લાસ પૂર્વક શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે અજયભાઈ બ્રહ્મભટ્ટ સંગઠનમાં છેક પાયાના સ્તરથી સક્રિય છે. જાહેર જીવનમાં નડિયાદ પાલિકામાં બે દાયકા ઉપરાંત સમય સુધી નગર સેવકની સેવા કરી છે. તે દરમિયાન બે ટર્મ માટે પાલિકા કારોબારી ચેરમેનની પણ સુપેરે સેવા આપી છે. નડિયાદ શહેર ભાજપ  મહામંત્રી, જિલ્લા યુવા મોરચા, જિલ્લા ભાજપ મંત્રી, મહામંત્રી પદે પણ સંનિષ્ઠ સેવા આપી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો આરંભ થશે.

ProudOfGujarat

વલસાડમાં પતિએ પત્નીને કાઢી મુકતાં 181 એ સમાધાન કરાવી આપ્યું.

ProudOfGujarat

બી. ઈ. આઈ. એલ ઈન્ફ્રાસ્ટરક્ચર લિમિટેડ દહેજ દ્વારા સી. એસ. આર અંતર્ગત દહેજ ની સરકારી કન્યા અને કુમાર શાળા માં સ્કૂલ બેગ અને એજ્યુકેશન કિટ્સ દ્વારા શિક્ષણ ને સહાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!