Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા પાસે મહિજ સીમમાં જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા

Share

ખેડા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે મહીજ સીમ, પોપટપુરા વિસ્તારમાં કેટલાક ઇસમો ભેગા મળી ખુલ્લામાં પત્તા-પાનાનો પૈસા થી હાર જીતનો જુગાર રમી રમાડે છે. પોલીસે એ જગ્યાએ રેઇડ કરતા (૧) હર્ષ પંકજભાઇ પટેલ રહે.ચોસર, ટેકરા ફળીયું, અમદાવાદ (૨) અભી ઉર્ફે અક્ષરભાઇ અશ્વિનભાઇ પટેલ રહે.ચોસર, મોટું ફળીયું અમદાવાદ (3) ચેતનભાઇ ઉર્ફે ટનાભાઇ કાંતિભાઇ પટેલ રહે.ચોસર, એકડાવાળું ફળીયું અમદાવાદ (૪) ચીરાગકુમાર બળદેવભાઇ સોલંકી રહે.ચોસર, રોહીતવાસ અમદાવાદ (૫) વિજયભાઇ ઉર્ફે ભલો મથુરભાઇ તડવી રહે.પોપટપુરા, મહીજ તા.ખેડા ને જાહેરમાં પત્તા પાના નો જુગાર રમતા મળી આવેલ તેઓની પાસેથી અંગજડતી માંથી મળેલ રોકડા રૂ. ૧૨ હજાર ૬૪૦ તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૧ હજાર મળી કુલ રૂ.૧૩ હજાર ૬૪૦ ના જુગારના સાધનો સાથે પકડાયેલ તમામ ઇસમો વિરૂધ્ધ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન જુગારા ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચનાં નેત્રંગમાં બર્ડફલુની દહેશત : શંકસ્પદ હાલતમાં કાગડાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગતરોજ એક મોટર સાયકલ ચોરી ફરીયાદ નોંધાઈ હતી.

ProudOfGujarat

માંગરોળની જી.આઇ.પી.સી.એલ કંપનીના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહી થતા હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!