ખેડા જિલ્લાના એસ.પી. રાજેશ ગઢિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગુતાલના સંયુક્ત ઉપક્રમે જીવન ઘડતર વ્યાખ્યાન માળાનો ૩૨ મો મણકો યુવા દિને યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે રાજ્યના જાણીતા યુવા વક્તા કુ.રાધા મહેતાએ “શ્રદ્ધાના શું હોય પુરાવા!” વિષય ઉપર પ્રવચન આપ્યું હતું. કુ.રાધા મહેતાએ ભારતીય સંસ્કૃતિમાં ભગવત ગીતાના સિદ્ધાંતોની મહત્તાથી લઈને સામાન્ય માણસના હૃદયમાં રહેલી શ્રદ્ધા વિશે વાત કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખેડા જિલ્લાના એસ.પી. રાજેશ ગઢિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા સંચાલક અને યુવા લેખક દધીચિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સંયોજક પારસ દવે દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement