ખેડા બસ મથકની લાલીયાવાડીને પગલે કેટલીય વખત મુસાફરો અટવાતા હોય છે. કેટલાક મુસાફરોએ જણાવ્યુ હતુ કે બસમાં આપેલ ટિકીટ મશનીમાં ફોલ્ટ થાય તો બસ મોડી આવે તેમાં બસના કર્મચારીઓને ડંડીત કર્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે.
ખેડા બસ ડેપો સંચાલીત સવારના ૮ કલાકે ઉપડતી ખેડા અમદાવાદ અને ત્યાંથી દાહોદ જતી બસ સવારે ખેડાથી નીકળે છે. જે બસ દાહોદ અમદાવાદ અને ખેડા પરત સાંજ આવતી બસ છે. ખેડા બસ મથકના પ્લેટફોર્મ પર નિયત સમયે મુકાતી હોય છે. બસના ઉપડવાના સમયે બસ કંન્ડટરને અપાતુ ટિકીટ મશીનમાં ફોલ્ટ થતાં બસ ખેડાથી જ મોડી ઉપડતી હોય છે. કેટલીય વખત બસ ખેડાથી ઉપડતા ટિકીટ મશીનમાં ફોલ્ટ થતાં બસ પરત ખેડા આવતી હોય છે, અને આ બસ અમદાવાદથી દાહોદ અને દાહોદથી અમદાવાદ આવતી હોય છે.જે બાદ સાંજના સમયે બસ અમદાવાદ ખેડા આવતી હોય છે. આ બસમાં છેલ્લા કેટલાય સમયથી ટિકીટનુ મશીન નવુ આપવામાં આવેલ હોવા છતાં મશીનની ટેકનીલક ખામી કે અન્ય કોઈ કારણસર મહીનમાં વારંવાર ખામી સર્જાતા મુસાફરો વિના દોડતી જોવા મળી હતી. તાજેતરમાં બસમાં આપેલ ટિકીટ મશીનમાં ખામી થતાં બસ અમદાવાદથી ખેડા મુસાફરો વિના આવી હોવાનુ મુસાફરોએ જણાવ્યુ હતુ. જેને પગલે આ બસમાં આવતા મુસાફરો રાત્રીના સમયે અટવાઈ પડયા હોવાનુ જણાવ્યુ હતુ. ખેડા ડેપોની બસમાં ટિકીટ મશીનમાં ખામી થતાં બસ મોડી પરત આવી હતી. જેને પગલે કર્મચારીઓને દંડ થયો હોવાની ચર્ચા મુસાફરોમાં થતી હતી. ગુજરાત એસ.ટી ના સુત્રોના જણાવ્યા મુજબ મશીનમાં ફોલ્ટ આવે એટલે નવા મુસાફરો લેવાય નહી જેની ટિકીટ આપી હોય તેટલા જ મુસાફરોને લઈને જવુ પડતુ હોય છે.
નરેશ ગનવાણી : નડિયાદ