Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના વણસર નજીક અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

નડિયાદ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર વણસર ગામ પાસે પસાર થતી એક કારને આકસ્માત નડ્યો છે. કોઈ અજાણ્યા વાહને આ કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ કાર ધસડાઈને નીચે ગટરમાં ખાબકી હતી. કારમાં સવાર બે લોકોને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ખેડાના વણસર નજીક અકસ્માત સર્જાયો છે. જેમાં અહીયાથી પસાર થઈ રહેલી એક કારને કોઈ પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર ધસડાઈ હતી. જેના કારણે આ કાર સીધી હાઈવે પરથી સીધી સાઈડમાં આવેલ ગટરના કાસડીમા ખાબકી હતી. અંદાજીત ૨૦ ફુટ નીચે ગટરમા પડતા કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર દંપતીને ઘાયલ થતાં તેઓને તુરંત સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે
ખસેડવામાં આવ્યા છે. હાઇવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

મેડિકલ ક્ષેત્રે M.D, M.B.B.B.S. પદવી મેળવી ઇખર ગામનું નામ રોશન કરતી અઝીઝા બાનુ..

ProudOfGujarat

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat

શહેરા તાલુકામાં ખેતતલાવડી યોજનાનું ₹ ૯૯,૪૯,૦૬૨ લાખનું મશમોટુ કૌભાડ. જમીન વિકાસ નિગમના નિયામક સહીત, સર્વેયર, સહીત ચાર સંચાલકો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!