આજે રાજ્યમાં વિધાનસભાની બેઠકોની મતગણતરી પૂર્ણ કરી દેવાઇ છે. ખેડા જિલ્લાની ૬ વિધાનસભા બેઠકો માટેની મત ગણતરી આજે નડિયાદની આઇવી પટેલ કોલેજ ખાતે હાથ ધરાઈ હતી. મહત્વનુ છે કે, આજે મતગણતરી દરમિયાન ૬ બેઠકોનું ચિત્ર કઈંક બદલાયેલું જોવા મળ્યું છે. જેમાં આ વખતે ભાજપે બાજી મારી સમગ્ર ૬ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. સમય જતાં મત ગણતરી સેન્ટર પર જેમ જેમ રાઉન્ડ પુરા થવા લગ્યા તેમ તેમ ભાજપ પક્ષમા લીડ વધતી ગઈ હતી. જેમા મહુધા બેઠકમાં કાંટે કી ટક્કર જોવા મળી હતી. થોડા રાઉન્ડમાં ભાજપ તો થોડા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ-પાછળ રહેતા હતા. જેના કારણે અહીંયા ભારે રસાકસી જોવા મળી હતી. અને અંતે છેલ્લે આ બેઠક પર પણ ભાજપને જીત મળી છે.
ખેડામાં ભગવો લહેરાયો ભાજપના સંજયસિઁહ મહીડા મહુધા વિધાનસભાના બેઠક પરથી વીજય થયા છે. મહેમદાબાદ બેઠક પર ભાજપના અર્જુનસિંહ ચૌહાણે વિજય મેળવ્યો છે. તો નડિયાદ બેઠક પર નડિયાદથી ભાજપના પંકજભાઇ દેસાઈને જીત મેળવવામાં સફળતા મળી છે. માતરમાં ભાજપના કલ્પેશ પટેલને જીત મળી છે. ઠાસરથી ભાજપના યોગેન્દ્રસિંહ પરમાર અને કપડવંજમાં ઝાલા રાજેશકુમારમનો વીજય થયો છે. આમ ખેડા જિલ્લાની બધી જ બેઠકો પર ભગવો લહેરાયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકોમાં પણ ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં છે.
નરેશ ગનવાણી : નડિયાદ
ખેડા જિલ્લાની ૬ બેઠક પર ભગવો લહેરાયો.
Advertisement