Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાની મહિલાઓએ કર્યું ઉત્સાહપૂર્ણ મતદાન

Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી -૨૦૨૨ના બીજા તબબકામાં ગુજરાતના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં સંત, સાક્ષર, અને સરદારની ભૂમિ ખેડા જિલ્લામાં મહિલાઓ એ ઉત્સાહ સભર ભાગ લીધો હતો. ખેડા જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૧૬,૦૧,૮૨૯ છે. જેમાં ૧૦,૯૩,૮૨૧ લોકોએ પોતાનો કિંમતી અને પવિત્ર મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

ખેડા જિલ્લામાં વિવિધ વિશિષ્ટ મતદાનો પૈકી સખીઓ દ્વારા સંચાલિત સખી મતદાન કેન્દ્રોના ૪૨ બુથો હતા. જેમાં ૧૧૫- માતર વિધાનસભામાં કુલ ૧,૨૩,૪૨૫ મહિલા મતદારોની સરખામણીમાં ૮૧,૧૪૨ મહિલાઓએ મતદાન કર્યું. ૧૧૬-નડિયાદ વિધાનસભામાં કુલ ૧,૩૫,૧૯૯ મહિલા મતદારોની સરખામણીમાં ૭૬,૮૬૨ મહિલાઓએ મતદાન કર્યું. ૧૧૭- મહેમદાવાદ વિધાનસભામાં કુલ ૧,૨૨,૯૮૧ મહિલા મતદારોની સરખામણીમાં ૮૨,૯૬૨ મહિલાઓએ મતદાન કર્યું. ૧૧૮- મહુધા વિધાનસભામાં કુલ ૧,૨૨,૮૫૯ મહિલા મતદારોની સરખામણીમાં ૮૦,૪૮૨ મહિલાઓએ મતદાન કર્યું, ૧૧૯ – ઠાસરા વિધાનસભામાં કુલ ૧,૩૩,૪૧૩ મહિલા મતદારોની સરખામણીમાં ૯૨,૨૨૮ મહિલાઓએ મતદાન કર્યું, ૧૨૦ – કપડવંજ વિધાનસભામાં કુલ ૧,૪૭,૩૯૭ મહિલા મતદારોની સરખામણીમાં ૯૪,૬૮૯ મહિલાઓએ મત આપી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ખેડા જિલ્લામાં મતદારોમાં ખુબ ઉત્સાહ જોવામાં મળ્યો હતો, પણ ઠાસરા તાલુકામાં મહિલાઓમાં અનેરા ઉત્સાહની સાથે સમગ્ર જિલ્લામાં ૬૯.૧૩% ના મતદાન સાથે અગ્રેસર રહી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરા: કોરોના મટ્યા બાદ માથાના દુખાવા અને ખંજવાળથી કંટાળીને મહિલાએ આપઘાત કર્યો

ProudOfGujarat

નડિયાદ : નુતન શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ જિલ્લા બહુજન સમાજ યુનિટ જોડાયુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!