Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લાની ૬ પૈકી ૫ વિધાનસભાના ઉમેદવાર સત્તાવાર જાહેર.

Share

ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે બહાર પાડી દીધી છે. ખેડા જિલ્લાની ૬ વિધાનસભા પૈકી ૫ વિધાનસભાની બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ત્યારે તેમના સમર્થકોમા ખુશીની લાગણી ઉઠી છે. સૌ સમર્થકો ફટાકડા ફોડી ચૂંટણીની જીત મેળવવા લાગી ચૂકયા છે. ભાજપે આજે જે પ્રથમ યાદી બહાર પાડી છે તેમાં જિલ્લાની ૧૧૫ માતર બેઠક પરથી કલ્પેશભાઈ આશાભાઈ પરમાર, ૧૧૬ નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ વિનુભાઈ દેસાઈ, ૧૧૮ મહુધા વિધાનસભા બેઠક પરથી સંજયસિંહ વિજયસિઁહ મહીડા, ૧૧૯ ઠાસરા વિધાનસભા બેઠક પરથી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને ૧૨૦ કપડવંજ વિધાનસભા બેઠક પરથી રાજેશભાઈ મગનભાઈ ઝાલાની પસંદગી થઈ છે. ફક્ત મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર જતા રાજપીપળાની તમામ કોર્ટોની કામગીરી ઠપ્પ…

ProudOfGujarat

રાજપીપલા : સંતોષ ચાર રસ્તાની ટ્રાફિક પોલીસ શોભાના ગાંઠિયા સમાન : આડેધડ વાહનો પાર્કિંગ કરી લોકો પરેશાન કરતાં ખાનગી વાહન ચાલકો..!

ProudOfGujarat

5 પર 100 પાર, ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો,પાંચ બેઠક સામે દાવેદારો જોઇ ચોંકી જશો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!