નડીઆદ સ્થિત માતૃછાયા અનાથ આશ્રમ જેને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા SAA (Specialised Adoption Agency) ની માન્યતા આપવામાં આવેલ છે. તેમજ સમાજ સુરક્ષા ખાતુ ગાંધીનગર ધ્વારા બાળ સંભાળ સંસ્થા તરીકેની પણ માન્યતા આપવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા અનાથ, નિરાધાર, ત્યજાયેલ બાળકોને આશ્રય આપી રક્ષણ, શિક્ષણ આપી સમાજમાં પુનઃ સ્થાપન કરવાની કામગીરી કરવામાં આવે છે.
જિલ્લા કલેકટર કે.એલ.બચાણીના હસ્તે બાળકને કલકત્તાના દંપતિને પ્રિ-એડોપ્શન આપવામાં આવ્યું છે. આજે માતૃછાયા અનાથ આશ્રમ, નડીઆદ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી માટે ખુબ જ આનંદનો દિવસ છે, સંસ્થાના એક આઠ માસના બાળકનુ કલકતાના દત્તક ઇચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં આપવામાં આવેલ છે. સંસ્થાના એક બાળકને દતક માતા પિતા મળતા પ્રસંગમાં હાજર સર્વ મહાનુભાવોએ ખુબ આનંદ વ્યક્ત કરેલ છે.
જુવેનાઇલ જસ્ટીસ એકટ સુધારા ૨૦૨૧ થતા એડોપ્શન રેગ્યુલેશન ર૦૨૨, ૧ લી સપ્ટેમ્બર ૨૦૨૨ થી અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં દત્તક માટેની તમામ જવાબદારી તથા દત્તક માટેના હુકમની જવાબદારી ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટને સોપવામાં આવેલ હોય, આ રેગ્યુલેશન અમલ થયા બાદ જિલ્લામાં પ્રથમ દત્તકનો કેસ જિલ્લા મેજીસ્ટ્રેટ હસ્તક છે. બાળકએ સંસ્થામાંથી વિદાય લેતા સંસ્થાના કર્મચારીઓની આંખમાં હર્ષના આસું આવી ગયા હતા, દંપતિએ પણ બાળક મેળવી ખુશી વ્યકત કરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ