કપડવંજ પંથકમાં વર્ષ 2017 માં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઘટનાના ચાર વર્ષ બાદ ફરાર મહિલા ઝડપાઈ ગઈ હતી. જેને કપડવંજ ટાઉન પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બોબી દેવેન્દ્ર અગ્રવાલ, આશાબેન રાકેશ ઉર્ફે બોબી અગ્રવાલ અને નિશાબેન રાકેશ ઉર્ફે બોબી અગ્રવાલ, તમામ રહે. ગોરા છાપરા, આબુ રોડ, રાજસ્થાન એ ભેગા મળીને કપડવંજ શહેરના નાની રત્નાકર રોડ પર આવેલ નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષમાં અર્બુદા ક્રેડિટ કો. ઓપરેટિંગ સોસાયટી નામની ક્રેડિટ સોસાયટી ખોલી હતી. જેમાં તમામ આરોપીઓએ કપડવંજ અને આસપાસના વિવિધ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી કુલ રૂપિયા 59 લાખ 21 હજાર 255 પડાવ્યા હતા. જે બાદ આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા.
ખેડા શહેરમાં વર્ષ 2014 થી 2017 દરમિયાન અલગ અલગ થાપણદારોના લાખો રૂપિયાની છેતરપિંડી આચરી બંટી–બબલી ફરાર થઈ ગયા હતા. આરોપી રાકેશ ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલ, આશાબેન રાકેશ ઉર્ફે બોબી અગ્રવાલ અને નિશાબેન રાકેશ ઉર્ફે બોબી અગ્રવાલ એ ભેગા મળીને શહેરના નાની રત્નાકર રોડ પર આવેલ નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષમાં અબુદ ક્રેડિટ કો. ઓપરેટિંગ સોસાયટી (મલ્ટી સ્ટેટ) નામની ક્રેડિટ સોસાયટી ખોલી હતી.
જેમાં તમામ આરોપીઓએ કપડવંજ અને આસપાસના વિવિધ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી કુલ રૂપિયા ૫૯ લાખ ૨૧ હજાર ૨૫૫ પડાવ્યા હતા. જે બાદ આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. ખેડા શહેરમાં વર્ષ 2014 થી 2017 દરમિયાન અલગ અલગ થાપણદારોના લાખો રૂપિયાની છેતરપિંડી આચરી બંટી–બબલી ફરાર થઈ ગયા હતા.
આરોપી રાકેશ ઉર્ફે આ સમગ્ર ઘટના વર્ષ ૨૦૧૭ માં પ્રકાશમાં આવતા એપ્રિલ મહિનામાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ચાર વર્ષ પછી ત્રણ આરોપીઓ પૈકી આશાબેન રાકેશ ઉર્ફે બોબી અગ્રવાલને પાટણ ખાતેથી પોલીસે અટકાયત કરી હતી.
કપડવંજ ટાઉન પોલીસે ઝડપાયેલ મહિલા આરોપીને ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓએ રાજ્ય વ્યાપી છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પોલીસે જણાવ્યું છે.