ખેડા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજે અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં નાગરિક પુરવઠા, પાણી પુરવઠા, માર્ગ અને મકાનના કામો, સિંચાઇના કામો, એસ.ટીના પ્રશ્નો અંગે ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના જે તે વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા હતા. જિલ્લા આર. એસ. સી. એ ઉપસ્થિત અધિકારીઓને ધારાસભ્યાઓ દ્વારા રજુ થયેલ બાકી રહેતા પ્રશ્નોનો જવાબ તથા ઉચિત માહિતી સત્વરે મોકલી આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ સહિત જિલ્લાાના અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement