Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : કઠલાલ નગરપાલિકાના ૯ સભ્યો સમાજવાદી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા.

Share

ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા ૯ સભ્યોએ આજે સમાજવાદી પાર્ટીને છોડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. નડિયાદ સ્થિત કમલમ ભાજપ કાર્યાલય પર યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ગોરધનભાઇ ઝાડફિયા, સહ પ્રભારી શકુન્તલાબેન મહેતા, પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારા સભ્ય કેસરીસિંહ સોલંકી, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ અજયભાઈ બ્રહ્મભટ્ટ,વિકાસભાઈ શાહ સહિત ભાજપના જિલ્લા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કઠલાલ પાલિકાના સમાજવાદી પાર્ટીના ૯ ચૂંટાયેલા સભ્યો તેમના 300 જેટલા ટેકેદારો સાથે આજે સમાજવાદી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી રીતિનીતિને સ્વીકારી આ સભ્યોતેમના સેંકડો ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાયા હતા. જેમાં 1.પ્રશાંતકુમાર ડી. પટેલ, 2.જશભાઈ ડી ક્રિશ્ચિયન, 3. સંગીતાબેન આર. પટેલ, 4. તેહસીનબાનું વી.પટેલ, 5. નિલેશકુમાર પરમાર, 6. ગણપતસિંહ એસ.પરમાર, 7. ભુરીબેન સોલંકી, 8. મંજુલાબેન થોરી, 9. અનિશાબેન મલેકનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અને જિલ્લા પ્રભારીઓએ આ સભ્યોને ભગવો ખેસ ધારણ કરાવી ઉમળકાભેર આવકાર આપ્યો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં નૌગામા ગામની સીમમાં પાંચ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

ProudOfGujarat

ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વર્તમાન સરકાર માં વધતા જતા પેટ્રોલ.ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ માં ભવ્ય રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું………….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!