Proud of Gujarat
Uncategorized

ખેડાના કનેરા ખાતે ૮ માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા તાલુકાના કનેરા ગામની પ્રાથમિક શાળા ખાતે ૫ ગામોનો આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાઓનું લાભ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કનેરા ગામ ઉપરાંત, પણસોલી, ગોબલજ, પિંગળજ અને મલારપુરાના ગામ લોકો યોજનાકીય લાભોની માહિતી માટે હાજર રહ્યા હતા.

જન સુખાકારીમાં વધારો કરતા આ કાર્યક્રમમાં પીએમ કિસાન, અર્બન ઈ-ધારા કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, વન વિભાગ, વીજળી વિભાગ, રેશનકાર્ડ, એસટી બસ, મતદાર યાદી સુધારણા, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ વગેરેની સુવિધાઓ માટેના સહાયતા બુથ ઊભા કરવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Advertisement

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ થકી લોકોના જીવન ધોરણ અને સુખાકારીમાં સતત વધારો કરવાના સરકારના ના આ ભગીરથ પ્રયત્નમાં તમામ કક્ષાએથી એ અધિકારીઓ, પદાધિકારીઓ અને અન્ય લાભાર્થીઓને સરકારી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરી સેવાકાર્યમાં જોડાવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે ખેડા મામલતદાર દ્વારા સ્વાગત પ્રવચન આપી તાલુકાની વિવિધ યોજનાકીય પ્રવુતિઓ અને નવી પહેલ વિશેની જાણકારી આપવામાં આવી હતી. જેમાં ૩૫૦૦ ખેડૂત વારસાઇ નોંધણી અને મામલતદાર કચેરીએ સહાયતા કેન્દ્રની શરૂઆતની માહીતી આપી હતી. ઉપરાંત DSO નેહાબેન પંચાલ દ્વારા ગ્રામ જનો ને NFSA, ગરીબ કલ્યાણ અને આયુષ્માન કાર્ડની યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં ખેડા તાલુકા પંચાયતના પ્રમુખ પિનાકીનભાઈ રાજપુત, ખેડા પ્રાંત અધિકારી આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયતના સભ્ય ચેરમેન રમણભાઈ પરમાર, ખેડા મામલતદાર ખેડા તાલુકા વિકાસ અધિકારી ખેડા પીએસઆઇ અગ્રણી પ્રવિણસિંહ રાઠોડ જગતસિંહ રાવલ એમએનયુ સિંહ જાદવ, સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ, લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગુજરાતી સ્ત્રી પર આધારિત સ્ટોરીમાં હવે ઐશ્વર્યા રાય બચ્ચન બનશે સરોગેટ માતા

ProudOfGujarat

આફ્રિકા ખંડમાં વસ્તા ભારતીયો પર થતા હુમલા અટકાવવા બાબતે ભરૂચ જીલ્લ સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી…..

ProudOfGujarat

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!