ખેડા જિલ્લાના માતરના ગરમાળા ગામની સીમના ખેતરમાંથી અંદાજીત સાડા આઠ ફૂટ જેટલા લાંબા મગરનુ રેસ્ક્યુ કરાયું છે. આ મગરે દેખા દેતા સ્થાનિકોમા ફફડાટ ફેલાયો હતો. અંતે વનવિભાગે આ મગરને પકડી લીધો છે.
માતર તાલુકાના ગરમાળા ગામની સીમમાં આવેલ એક ડાંગરના ખેતરમા મગર દેખાયો હતો જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ગામના સરપંચને થતા સરપંચે તુરંત સ્થાનિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. બાદમાં માતર વન વિભાગના ઇન્ચાર્જ અધિકારી પોતાના સ્ટાફ સાથે અહીંયા પહોંચી ગયા હતા. વન વિભાગના અધિકારીઓએ આ મગરને ડાંગરના ખેતરમાંથી ભારે જહેમત બાદ પકડી લીધો હતો. અંદાજિત સાડા આઠ ફૂટ જેટલા લાંબા આ મગરનુ રેસ્ક્યુ કરી મગરને પરિએજ ખાતેના તળાવમા સહી સલામત રીતે મુક્ત કરાયો છે. આ બનાવના પગલે ગામમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ