Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાની રમતોની સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કરી બન્યું સ્ટેટ રનર્સઅપ.

Share

૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧ મી કડીના સમાપન અને ૩૬ મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેલ મહાકુંભના ૧૧ માં સમાપનની વાત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલ મહાકુંભમાં ૧૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે ૫૫ લાખે પહોંચ્યું છે. ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા પર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું. નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત મંત્રી એ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત ખેલ મહાકુંભના ૧૧ માં સમાપન કાર્યક્રમમાં ખેડાની શ્રેષ્ઠ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં ખેડા જિલ્લામાં અનેરો પ્રતિસાદ જોવા મળ્યો હતો. ૧,૬૧,૮૮૫ જેટલા વિવિધ વયજૂથ ધરાવતા રમતવીરો એ રજીસ્ટ્રેશન કર્યા હતા અને રાજ્ય કક્ષાએ તેઓ રમવા પણ ગયા હતા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેડા જિલ્લાને સ્ટેટ રનર્સઅપ પૈકી બીજું સ્થાન મળ્યું હતુ.

Advertisement

જિલ્લાને સ્ટેટ રનર્સઅપમાં બીજું સ્થાન મળવા બદલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા રમત વિકાસ અધિકારી ડૉ.મનસુખભાઈ અને જિલ્લા રમત ગમત અધિકારી લક્ષમ્ણ સિંહ ચૌહાણને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડા જિલ્લો ખેલ મહાકુંભમાં રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમાંક આવવા બદલ કલેકટર કે.એલ.બચાણી એ જિલ્લાના રમતવીરોને શુભેચ્છા પાઠવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

ProudOfGujarat

અરવલ્લી-જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત.

ProudOfGujarat

ભરૂચમાં 108 નાં કર્મચારીઓ દ્વારા દીપ પ્રગટાવીને લોકોને સંદેશ વહેતો કર્યો કે અમે તમારી રક્ષા માટે હંમેશા કટિબદ્ધ છીએ ભરૂચ શહેર જિલ્લાના લોકો સાથે 108 ની ટીમ હંમેશા તત્પર રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!