Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડાના ગળતેશ્વર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે કલેકટરની ઉપસ્થિતિમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર કે.એલ.બચાણી દ્વારા અરજદારોના પ્રશ્નો અંગે સબંધિત ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે અરજદારોને મુંઝવતા પ્રશ્નોની યોગ્ય કાર્યવાહી કરી તાકિદે નિકાલ કરવાની સૂચના સંબધિત અધિકારીઓને આપી હતી. અરજદારો દ્વારા વિધવા સહાય, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને અપંગોને આર્થિક સહાય, રેશન કાર્ડ, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવેલ હતી. જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો. કલેકટર દ્વારા અધિકારીઓને કોઈ પણ નાગરિકને હાલાકી ન પડે અને નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ થાય તે અંગે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ઠાસરા રિદ્ધિબેન શુક્લ, મામલતદાર ઠાસરા સહીત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

પાવીજેતપુર તાલુકાના તારાપુર અને ઉમરવા વચ્ચે ઇકો કાર ઝાડ સાથે અથડાતા દંપતિનુ મોત જ્યારે બાળક ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા મામલતદાર સંવર્ગ, વર્ગ-2 ના અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ધનતેરસ પર્વની ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!