Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના માતરમાં કિશોરીની જાહેરમાં હત્યા કરાઈ હોવાની ઘટનાથી ચકચાર.

Share

માતરના ત્રાજ ગામમાં મંદિરથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર ગામના જ શખ્સે છરીના ઘા ઝીંકી ગળું કાપી નાખ્યું છે, જેમાં સારવાર મળે એ પહેલાં જ કિશોરી મોતને ભેટી છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે પહોંચી ગયો હતો અને હત્યારા શખસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બુધવારની રામી સાંજે ગામમાં મંદિરથી બહેનપણીઓ સાથે 16 વર્ષીય કિશોરી દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે આવેલી કોલ્ડ ડ્રિંક્સની દુકાને ઠંડું પીણું ખરીદવા ગઈ હતી. આ સમયે ગામના 46 વર્ષીય રાજુ ઉર્ફે રાજેશ મગનભાઈ પટેલે કૃપાને ધારદાર હથિયાર વડે ગળું કાપી નાખ્યું હતું. આટલેથી ન અટકતાં તેણે હાથ પર છરીના ઘા માર્યા હતા લોહીથી લથપથ કિશોરી ગંભીર રીતે ઘવાઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોએ હત્યારા રાજુને ઝડપી પાડી માતર પોલીસના હવાલે કર્યો છે. બીજી બાજુ કૃપા પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને સારવાર મળે એ પહેલાં જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ગામમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસવડાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતર પોલીસે ફરિયાદના આધારે રાજુ નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ શખ્સે કયા કારણસર હત્યા કરી છે એ અકબંધ છે. પોલીસે આરોપીની પૂછપરછ કરી રહી છે. બીજી બાજુ હત્યારા શખ્સને જાહેરમાં સજા થાય એવી ગ્રામજનોએ માંગ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત: નૌતમ સ્વામી વડતાલ ના ૫૦ માં જન્મ દિવસ નિમિતે ૧૧ જગ્યાએ રક્તદાન દાન કેમ્પ તેમજ રક્તતુંલા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ જીઆઇડીસીમાં આવેલ રિલાયન્સ કંપની નજીક કચરાનાં ઢગલામાં આગ લાગી હતી.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં ગુજટોક એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેટીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ એકટના કાયદાને કાઠી સમાજ દ્વારા વખોડવામાં આવી હતી તે મામલે સુરતમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!