Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લા યુથ કોંગ્રેસની જાહેરાત, જિલ્લાનો શ્રેષ્ઠ ખાડો શોધો અને ઈનામ મેળવો તથા ખાડાઓ અંગે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું.

Share

સમગ્ર રાજ્યમાં જ્યાં રસ્તાઓના ખાડા માટે સત્તાધીશો અને તંત્ર પર માછલાં ધોવાઈ રહ્યાં છે, ત્યાં ખેડા જિલ્લામાં પણ ખાડાઓ મુદ્દે તંત્ર અને સ્થાનિક નેતાઓ ભીંસમાં મુકાયા છે. આ મામલે ખેડા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ગોકુલ શાહની પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે.

ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પોસ્ટ વાઈરલ કરી શ્રેષ્ઠ ખાડા શોધો પ્રતિયોગિતા જાહેર કરી છે. જેમાં રસ્તા પરના રોલર કોસ્ટર સાથે સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં તેને હેશટેગ સેલ્ફી વીથ ખાડા સાથે પોસ્ટ કરવા માટે આહ્વાન કરાયુ છે. તેમજ આ સેલ્ફી યુથ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા એક નંબર પર વોટસએપ કરવા માટે જણાવ્યુ છે. આ પોસ્ટ વાઈરલ થયા બાદ સમગ્ર ખેડા જિલ્લાનું તંત્ર શરમજનક સ્થિતિમાં મુકાયુ છે. તેમજ તાત્કાલિક ધોરણે તંત્રએ હરકતમાં આવી જિલ્લામાં ખાડાઓ શોધી શોધીને પુરવાનું શરૂ કર્યુ છે. બીજી તરફ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ છે. જેમાં તેમણે નડિયાદ શહેરના રોડ રસ્તાઓ અંગે રજૂઆત કરી છે. આ આવેદનમાં તેમણે જણાવ્યુ છે કે, નડિયાદ નગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં જે સી.સી. રોડ અને ડામર રોડના રસ્તા બનાવ્યા છે, તે બિલકુલ હલકી ગુણવત્તાવાળા છે. જેના કારણે શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટા-મોટા ખાડા પડ્યા છે. આવા રોડ રસ્તાથી નાગરિકોને કોઈ નુકશાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે. આ સાથે જ જે કોન્ટ્રાક્ટરોએ રસ્તા બનાવ્યા હોય તેમની ગેરંટી તથા ટાઈમ લીસ્ટમાં જે-તે રસ્તા આવતા હોય તો તે તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસે વસુલ કરવા વિનંતી કરાઈ છે. સાથે જ આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લીસ્ટ કરવાની પણ માંગ કરી છે.

હાર્દિક દેવકિયા

Advertisement

Share

Related posts

રાજપીપળા નગર પાલિકાનાં ચીફ ઓફીસર કે ચીફ મિનિસ્ટર ?ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

ProudOfGujarat

પાલેજ-ટંકારીયા-હીગલ્લા રોડ બનાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું

ProudOfGujarat

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!