જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તમામ મતદાર નોંધણી અધિકારી અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ આ મીટીંગમાં હાજર રહેલ હતા. આ મીટીંગમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ આગામી તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨ અને તા.૧૧/૦૯/૨૦૨૨ એમ કુલ-૪ રવિવારે યોજાનાર ખાસ ઝુંબેશના દિવસો વિશે માહિતી આપી હતી. વધુમાં જિલ્લામાં હાલમાં તા.૧૨/૦૮/૨૦૨૨ થી ચાલુ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત વધુમાં વધુ ૧૮ વર્ષ પુરા કરનાર યુવાનોને નોંધણી કરાવવા આયોજન કરવાનું જણાવ્યું હતું. ઉપરાંત મતદારયાદીના ફોર્મમાં થયેલ સુધારા વિશે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કર્યાં. જિલ્લામાં હાલ ઝુંબેશના ધોરણે ચાલી રહેલ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની કામગીરીમાં વધુમાં વધુ સહયોગ આપવા જણાવ્યું હતું. તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ પ્રસિધ્ધ થયેલ મતદારયાદી અને મતદાન મથકોની યાદી વિશે તેઓને જાણકારી આપી હતી. આ મીંટીંગમાં માન્ય રાજકીય પક્ષો હાજર પ્રતિનિધિઓ સાથે સંવાદ દરમ્યાન તેઓના પ્રશ્નોના સંતોષકારક રીતે જવાબ આપ્યા અને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન અધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ ફેલાવવા આયોજન કરવા જણાવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ