ખેડા નડિયાદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી કે કઠલાલ તાલુકાના ચરેડ ગામમાં વડવાળા ફળીયામાં રહેતો હિંમતસિંહ ઉર્ફે ભીખા બારૈયા પોતાના ઘરમાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા હિંમતસિંહ તેના ઘરમાંથી ઝડપાઈ ગયો હતો. ઘરમાં તપાસ કરતાં એક પ્લાસ્ટીકની કોથળીમાં ભેજયુક્ત વનસ્પતિજન્ય નશીલા પદાર્થ ગાંજાનો 2.530 કિલો (કિંમત રુ.25300) જથ્થો મળી આવ્યો હતો. ઈશમની પુછતાછ કરતાં તે જથ્થો કઠલાલ તાલુકાના પીઠાઈમાં રહેતા શક્તિ પટેલ નામના ઈસમ પાસેથી લાવતો હોવાનું અને ગ્રાહકોને પ્લાસ્ટીકની નાની નાની થેલીઓમાં જથ્થો પેક કરી વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાંજો, મોબાઈલ મળી કુલ રુ.25800નો મુદ્દામાલ કબજે લઈ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement