Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : મહુધાના મીનાવાડા ગામે દર્શન કરવા જતા દંપતીને અકસ્માત નડ્યો.

Share

અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા નારણભાઇ વાઘેલા પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે. ગતરોજ નારણભાઈ પોતાની પત્ની વિમળાબેનને મોટર સાયકલ પર બેસાડી ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે દર્શન કરવા આવવા નીકળ્યા હતા.

અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એકાએક રોડ પર વાંદરું આવી જતાં મોટરસાયકલ ચાલક નારણભાઈએ કાબુ ગુમાવતા તેઓ રોડ પર પટકાયા હતા. સાથે પાછળ બેઠેલા તેમના પત્ની વિમળાબેન પણ પટકાયાં હતાં. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે વિમળાબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તાબીબે વિમળાબેનને મૃત્યુ જાહેર કર્યું હતું. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

ProudOfGujarat

રાજપીપલા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખસેડાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!