Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા ધોળકા રોડ પર અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

Share

ગતરાત્રે ખેડા ધોળકા રોડ પર અજાણ્યા વાહને સાયકલને ટક્કર મારતાં સાયકલ ચાલક વૃદ્ધ રોડ પર ગબડી ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેઓનુ કરુણ મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા તાલુકાના વાસણાબુઝર્ગ ગામ ખાતે રહેતા 75 વર્ષીય મોહનભાઈ જીવણભાઈ ચાવડા પોતે નજીક આવેલા પરષોત્તમભાઈ પંચાલના ફાર્મમાં સાચવવાની કામગીરીની નોકરી કરે છે. સાંજના મોહનભાઈ પોતાની સાઇકલ ચલાવીને ફાર્મમાથી પોતાના ઘરે જમવા માટે ગયા હતા. મોહનભાઈ જમીને પરત પોતાની સાયકલ લઈને ફાર્મમાં આવવા નીકળ્યા હતા. ત્યારે ખેડા ધોળકા રોડ ઉપર રાધાકૃષ્ણ મંદિરની સામે કોઈ અજાણ્યા વાહને મોહનભાઈની સાયકલને ટક્કર મારી હતી. અને આ બાદ આ વાહન ચાલક ફરાર થયો હતો. આ ટક્કરના કારણે મોહનભાઈ સાયકલ પરથી ગબડી ગયા હતાં. જેના કારણે તેઓને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના જોધપુર ગામેથી ગાંજાના જથ્થાના છોડ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસની ટીમ.

ProudOfGujarat

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!