ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની ઘટના સામે આવી છે. સિજીવડાગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ભોજન તૈયાર કરવા માટે આવેલું અનાજ સડેલું હોવાનો વિડીયો વાઈરલ થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.
મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવડા ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં બનાવવામાં આવતા ખોરાકનું અનાજ સડેલુ હોવાનો વિડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક શાળાને આપવામાં આવેલું અનાજ સડેલું હોવાની જાણ વિડિયો વાયરલ મારફત વહીવટી તંત્રને થતાં મામલદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સીંજીવાડા ગામે પહોંચ્યો હતો. આ મામલે સડેલું અનાજ શાળામાં કઈ રીતે આવ્યું અને કોણ લાવ્યું તે અંગેની તપાસ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ