ખેડા ખાતે અંબિકા કોમ્પ્લેક્ષના મકાન રહેતા હરીશભાઈ રસિકભાઈ પટેલ પોતે ઈલેક્ટ્રીક્સની દુકાન ધરાવે છે. તેઓની આ દુકાન કોમ્પ્લેક્ષના
આગળના ભાગે આવેલી છે. ગતરોજ તેમની પત્ની જયશ્રીબેન બપોરના બે વાગ્યાના સુમારે પોતાના સંબંધી ગુજરી ગયા હોવાથી પોતનુ મકાન બંધ કરી ગયા હતા. ત્રણ વાગ્યાની અરસામાં તેમનો દીકરો મનન પોતાના ઘરે આવેલો હતો. આ દરમિયાન ઘરની સ્ટોપર તો મારેલ હતી પરંતુ તાળું મારેલ નહોતુ મનને તુરંત પોતાના પિતા હરીશભાઇને આ અંગે જાણ કરતાં હરીશભાઈ દોડતા દોડતા પોતાના ઘરે આવી પહોંચ્યા હતા. ઘર ખોલી જોતા ઘરમાં તિજોરીનો સામાન તથા કપડા વેરવીખરેલ હાલતમાં પડ્યા હતા. ઉપરાંત લોકર પણ તૂટેલી હાલતમાં બહાર પડ્યુ હતું. બીજા રૂમમાં આવેલ કબાટ પણ ખુલ્લું હતું. આથી પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા તેમની પત્નીના આશરે સાતેક તોલા જેટલા સોના ચાંદીના દાગીના તેમજ તેમની દીકરીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 1 લાખ ઉપરાંત મત્તાના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે તુરંત મકાન માલિકે ખેડા પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મકાન માલિક હરીશભાઈની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ