Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેલ મહાકુંભ : ખેડાના 73 વર્ષિય વૃદ્ધા સતત બીજા વર્ષે તરણમાં વિજયી થયા..

Share

 
ખેલ મહાકુંભ 2018 ની શરૂઆત થઇ છે. રમતવીરો પૂરા ઉત્સાહ સાથે તેમાં ભાગ લઇ રહ્યા છે. શનિવારે નડિયાદ ખાતે યોજાયેલી તરણ સ્પર્ધામાં 73 વર્ષના વૃધ્ધાએ સતત બીજા વર્ષે પણ જીત હાંસલ કરી, સૌને પ્રેરણા પૂરી પાડી હતી.

73 વર્ષના ઇલાબેન મહેતા જ્યારે સ્વિમિંગ પુલમાં ઉતરે અને સ્વિમિંગ કરે ત્યારે કોઇ નવજુવાનને પણ શરમાવે તેવી ચપળતા તેમના સ્ટ્રોકમાં હોય. 2017માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ઇલાબેન તેમની વયજૂથની કેટેગરીમાં ખેડા જિલ્લામાંથી વિજેતા બન્યા હતા, અને આ વર્ષે ખેલ મહાકુંભ 2018 માં પણ તેઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી, જીત હાંસલ કરી હતી.

Advertisement

તરણ સ્પર્ધામાં ઇલાબેન મહેતા હવે રાજ્યકક્ષાએ કૌવત અજમાવશે

યોગા ઉપર ધ્યાન આપ્યું : ઇલાબેને ફીટ રહેવા માટે યોગા ઉપર ખૂબ ધ્યાન આપ્યું. તેઓ નિયમિત રીતે યોગા કરે છે અને તેને કારણે જ આ ઉંમરે પણ ફીટ છે.

જિલ્લાકક્ષાએ વિજેતા બન્યા બાદ હવે ઇલાબેન મહેતા રાજ્યકક્ષાએ તરણ સ્પર્ધામાં ભાગ લેશે. તેમની વયજૂથની કેટેગરીમાં ખેડા જિલ્લામાં તેઓ એકમાત્ર રમતવીર હતા. હવે રાજ્યકક્ષાએ તેમનો મુકાબલો કોની સાથે થાય છે તે જોવું રહ્યું…સૌજન્ય


Share

Related posts

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અભિનેત્રી વારિના હુસૈને તેના પોસ્ટ-શૂટ, તાનની તસ્વીરો સહજતાથી શેર કરી.

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડીમાં હાલ પણ છોડવામાં આવી રહ્યું છે પ્રદુષિત પાણી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં.!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!