Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવાયુ.

Share

કિસાનો દ્વારા સોમવારે વિવિધ માંગણીઓને લઈને ધરણાં પ્રદર્શન અને આવેદનપત્ર કલેક્ટર કચેરીએ આપવામાં આવ્યું જેમાં કિસાનો એ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમાં બન્નેના વિજદરમાં તફાવત છે. જેથી મીટર આધારીત ખેડૂતોને નુકશાન જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા અને સ્થાનીક પણ નીચે મુજબના પ્રશ્નોનું અમો આપને સરકાર સમક્ષ અમારા પ્રશ્ન રજુ કરવા આવેદન આપીએ છીએ, આમારા આવેદન રૂપી અવાજને આપ તત્કાલ મુખ્યમંત્રી સુધી પહોંચાડશો.

(૧) મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવા.
(૨) વીજ અધિનિયમનની કલમ ૧૨૬/૧૩૫ હેઠળ આડેધડ એકત્રીત આડેધડ બીલો આપવામાં આવે છે. જે બંધ કરી તમામ એક પક્ષીય ઉભા કરેલા, વીજચોરીના દંડનીય બીલોનું સમાધાન યોજના લાગુ કરવી અને વીજ ચેકીંગ બાદ વીજ ગ્રાહકને ૩૦ દિવસનો સમય ગાળો આપી વિકલ્પ આપ્યા બાદ બીલ આપવું.
(૩) સમગ્ર ગુજરાતમાં ખેડુતોને સુર્યોદય યોજના હેઠળ લાઈટો આપવામાં નકકી કરવામાં આવ્યું. જેમાં તાલુકા કક્ષાએ એકાદ બે ગામોમાં જ સુર્યોદય યોજના ચાલુ છે. જે સમગ્ર તાલુકામાં સત્વરે ચાલુ કરવી.
(૪) હાલમાં પૂર્વ ગળામાં ઘણા સમયથી પાણીના પ્રશ્નોની માગણી હોવા છતાં કોઈ નીવેડો આવેલ નથી સત્વરે ઘટતુ થવા સારૂ.
(૫) જે ખેતી વિસ્તારમાં નહેરની વ્યવસ્થા નથી તો ખેડૂતોને ખેતી માટે પાણી મળે તેવું આયોજન કરવુ.
(૬) જે ખેડૂતોએ ગ્રીન હાઉસ બનાવેલ છે જેમાં બેંકમાં લોનોનો બોજો પડેલ છે જેમાં ફાર્મર એસોશીએશન દ્વારા કોર્ટ કેસ થયેલ જેમાં ખેડૂતોના લેણા માટે સારથી કે લોકો નેગેટીવ વલણ અપનાવી નિકાલ થાય તે જરૂરી છે.
(પ) ખેડૂતો તાલુકા કે જિલ્લા ફેર જમીન ખરીદવામાં ૫૧ સાલના દાખલો માગવામાં આવે છે, જે ઘટતુ કરી ૧૫ થી ૨૦ વર્ષ સુધીના જ પુરાવા માંગવવામાં આવે તેવી માગણી ખેડૂતો એ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

અંકલેશ્વર મુલદ ચોકડી નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં લાગી આગ…

ProudOfGujarat

ઝધડીયા જી.આઇ.ડી.સી. નાં ફાયટર દ્વારા આખી જી.આઇ.ડી.સી. તેમજ ગામડાંઓને દવાનો છંટકાવ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!