Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા જિલ્લા કક્ષાની ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે કરાઇ.

Share

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે એસ.આર.પી. ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગ એ સફળ સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છે, યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. યોગ વિદ્યાનો ઉદભવ હજારો વર્ષ પૂર્વેનો છે. એમ કહેવાય છે. વધુમાં વિધાનસભાના દંડક એ કહ્યું કે, આ ભારતીય પરંપરાનો લાભ વિશ્વના લોકોને મળે, વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી પ્રાચીન ભારતીય વિરાસત પહોંચે અને સ્વીકૃત બને તે માટે વૈશ્વિક ફલક પર મૂકવાના પ્રયાસરૂપે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી તારીખ ૧૧ મી ડિસમ્બરે ૨૦૧૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામન્ય સભામાં ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને જેને ૧૭૭ દેશો એ સર્વ સંમતિ થી આ પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. વધુમાં દંડક એ જણાવ્યું હતું કે,“માનવતા માટે યોગા (Yoga for Humanity)”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ૭૫ આઇકોનિક સ્થળોએ ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ખેડા જિલ્લાના ડાકોર રણછોડરાયજી મંદિરને પણ આ ૭૫ આઇકોનિક સ્થળોની યાદીમાં સમાવવામાં આવેલ છે. તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ, અને પ્રદેશ મંત્રી જાહાન્વીબેન વ્યાસ, ખેડા જિલ્લાના ભાજપના મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, ઉપરાંત કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, ખેડા જિલ્લા એસ.પી રાજેશભાઈ ગઢિયા, એસ.આર.પી એસ.પી કોમલબેન વ્યાસ, અને ખેડા જિલ્લાના યોગ સાધકો અને નાગરિકોએ ભાગ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા કિનારે આવેલ માર્કંડઋષિના આશ્રમ સ્થળેથી શિવાનંદ સ્વામીએ માં અંબાની આરતીની રચના કરી હતી જાણો વધુ…???

ProudOfGujarat

અંકલેશ્વર નવાગામ કરારવેલ ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ.

ProudOfGujarat

વડોદરા પેન્શન વિભાગના કર્મચારીઓએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!