ખેડા જિલ્લા એસઓજી પોલીસે અમદાવાદ- વડોદરા હાઈવે પર ખેડા શહેર પાસે આવેલી હરિયાળા ચોકડી પાસે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ-ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજી પોલીસે અગાઉથી મળેલી બાતમીને આધારે હરિયાળા ચોકડી પાસે દરોડો પાડ્યો હતો. પોલીસે (૧) ઉંમરઅલી ગ્યાસુદ્દીન ચુલીદાર રહે.કલોલ બી/૮ અહેમલીપાર્ક સોસાયટી કલોલ ગાંધીનગર (૨)ઇરફાન મજહરભાઇ લીલાણી રહે.જહાપુરા એ૪૪ સેકલીનનગર અમદાવાદ (૩) જયદીપભાઇ દિલીપભાઇ રાણા રહે. હરીયાળા બારીવાળુ ફળીયુ પોસ્ટ ઓફીસની બાજુમાં ખેડા (૪) અરવીંદભાઇ ઉર્ફે ટેણીયો રાયધનભાઇ ચેખલીયા રહે.નવી નગરી હરીયાળા ખેડા (૫) અનીલભાઇ ઉર્ફે રેવો શામળભાઇ તડવી રહે.હરીયાળા બારીવાળુ ફળીયુ ખેડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓની પાસેથી મળી આવેલ મુદામાલમા (૧) એક ટેન્કર ટેન્કરની આશરે કિમત રૂ.૮,૦૦,૦૦૦/- ની તથા તેની ટાંકીના ત્રણ ખાના પૈકી બે ખાનામાં ભરેલ ૭૯૬૦- લીટર પેટ્રોલ કિ.રૂ.૩,૪૦,૨૮૦/- તથા એક ખાનામાં ભરેલ ડીઝલ ૩૯૮૦ લીટર કિરૂ ૩,૫૮,૨૦૦/- નુ ભરેલ છે તે (૨)નવ કેરબામાં ભરેલ ૨૭૦ લીટર ડીઝલ (૩) ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ કાઢવા વપરાતી રબ્બરની પાઇપ
ઔ (૪) પેટ્રોલ ડીઝલ માપવા માટેના ૧૦ લીટર તથા ૫ લીટરના માપીયા (૫) ટેન્કરનુ લોક ખોલવા વાપરેલ લોખંડની ટોમી (૬) સદર ઇસમોની અંગ ઝડતીમાંથી મળી આવેલ ત્રણ મોબાઇલ ફોન (૭) આરોપીઓની અંગ-ઝડતીમાંથી મળેલ રોકડ રકમ રૂ.૧૮૭૫૦/ કુલે રૂ.૧૯,૬૪,૦૪૦/- નો મળી આવી આવેલ છે. આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ
ખેડાના હરીયાળા ગામ ખાતે IOCL ના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એસ.ઓ.જી.
Advertisement