Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ.

Share

ખેડા જિલ્લામાં બે દિવસથી વરસાદના હળવા ઝાપટા પડવાના શરૂ થઈ ગયા છે. ચોમાસુ આ વર્ષે સમયસર બેસી ગયું છે. નડિયાદ સહીત જીલ્લામાં વરસાદના હળવા ઝાપટા આજે સવારે પણ જોવા મળ્યા હતા. જિલ્લામા છુટા છવાયા વરસાદના હળવા ઝાપટા બાદ બફારો અને ઉકળાટ જોવા મળ્યો છે. ખેડા જિલ્લામાં ગતરોજ વરસાદની એન્ટ્રી થઈ હતી. આ બાદ બીજા દિવસે પણ જિલ્લામા અમુક વિસ્તારોમાં વરસાદના હળવાં ઝાપટાં પડ્યા છે. ખેડા જિલ્લામાં કેટલાક તાલુકામાં આજે સવારે કોઈ જગ્યા બે મિમી તો કોઈ પાંચ મિમી વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે સમય સર આવેલા વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળ્યા છે. બીજી બાજુ વરસાદ બાદ વાતાવરણમાં બાફ અને ઉકળાટ પણ વધારો જોવા મળે છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિકનો મફત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજય સરકાર ગુન્હાખોરી અને નશાબંધી ડામવા કડકાઇથી કામ કરશેઃ

ProudOfGujarat

ઝઘડિયાના જેસપોર ગામથી બાર વર્ષ અગાઉ ગુમ થયેલ બહેનને શોધી કાઢતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!