Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડાના ગોબલેજમા બે સગીર પિતરાઈ ભાઈ મોબાઈલમાં ગેમ રમવા બાબતે મનદુઃખ થતાં એકની હત્યા કરી દેતાં ચકચાર.

Share

મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના દામસાથ ગામના અને હાલ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં પીક પાસે રહેતા ઘરેથી નીકળેલા આ બન્ને પિતરાઈ કિશોરો મોડી સાંજ સુધી ઘરે પરત આવ્યા નહોતા. તેથી પરિવારજનોએ શોધખોળ આદરી હતી. દરમિયાન કિશોરની ભાળ મળતા તેણે પોતાના માવતર સામે ચોકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં આ કિશોરે જણાવ્યું હતું કે તેણે પોતાના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ બન્ને કિશોરો પાણીપુરી ખાવાનું કહી ઘરેથી નીકળ્યા હતા દરમિયાન આ બન્ને કિશોર પૈકી એક જોડે એન્ડ્રોઇડ ફોન હતો. જેમાં આ બન્ને પિતરાઈ ભાઈ વારાફરતી ફ્રી ફાયર ગેમ રમતા હતા.

ગોબલેજ ગામની સીમમાં વેલ નજીક હવળ કૂવા પાસે ગેમ રમતા હતા. આ દરમિયાન બે પિતરાઈ ભાઈઓ ગેમ રમવાના વારા અંગે મનદુઃખ થતા કિશોરે પોતાના પિતરાઈ ભાઈને માથામાં પથ્થર માર્યો હતો જેને કારણે ત્યાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો. પથ્થર મારનાર કિશોરે માની લીધું કે મૃત્યુ પામ્યો છે‌. આસપાસ કોઈ ન હોવાથી તે પણ ગભરાઈ ગયો હતો અને બેભાન પિતરાઈ ભાઈના હાથ બાંધી પથ્થર સાથે તેને નજીકના કુવામાં ફેંકી દીધો હતો. જ્યાં પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. આમ સમગ્ર બનાવ પ્રકાશમાં આવતા ખેડા ટાઉન પોલીસને આ બનાવની જાણ કરી હતી. આથી પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક કિશોરના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પી.એમ માટે મોકલી આપવામાં આવ્યા હતો. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. નિલેશકુમાર ધનેશ્વર પી.એચ.ડી. થયાં.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં દશેરા બાદ વરસાદના આગમનથી ચોમાસાનો માહોલ છવાયો.

ProudOfGujarat

ભરૂચની પ્રસાદ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાંવતા તસ્કરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!