ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલ જય યોગેશ્ર્વર સખી મંડળની બહેનોએ પણ આ યોજનાનો લાભ લીધો છે અને ગામની બહેનો તેઓના નવરાશના સમયે ઘર વપરાશના મસાલાઓનું પેકીંગ કરીને તેને બજારમાં વેચે છે.
જય યોગેશ્ર્વર સખી મંડળના હેડ બહેન વિષ્ણુબેન મહોબ્બતસિંહ ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારા આ સખીમંડળમાં ૧૦ બહેનોનું ગ્રુપ છે. તેમા અમો મસાલા ઉદ્યોગ શરૂ કર્યું છે. તેઓ કાચો માલ લાવીને કામ કરે છે તેમજ ગામમાં અને આજુબાજુના ગામમાં આ મસાલાઓનું વેચાણ કરી ગામની બહેનોને ગૃહ ઉદ્યોગમાં સારો ફાયદો થાય છે તેમ જણાવ્યું હતું. તેઓ એ ઉમેર્યું હતું કે, ચાલુ સાલે અમારા સખી મંડળની બહેનોએ નક્કી કરેલ છે કે અમો લીંબોળી એકઠી કરીને તેનો પણ લાભ લઇશું. તેઓ એ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવી બહેનોને સહાય પણ આપવામાં આવી રહી છે સાથે સાથે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવી રહયું છે.
નરેશ ગનવાણી : નડિયાદ