Proud of Gujarat
INDIAFeaturedGujarat

ખેડા જિલ્લામાં ગરમી વધતાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો.

Share

ખેડા જિલ્લામાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ઉનાળામાં એપ્રિલ મહિનાથી દૈનિક ૩.૨૪ લાખ યુનિટનો વીજ વપરાશ વધતાં જિલ્લામા દૈનિક ૮.૫૦ લાખ યુનિટનો વીજ વપરાશ થાય છે.

ખેડા જિલ્લામાં ઘરવપરાશના વીજગ્રાહકો ૪,૪૧,૪૨૧ છે. ગત ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૨માં જિલ્લામાં સરેરાશ દૈનિક ૫૨૬૭૨૮ લાખનો વીજ યુનિટનો વપરાશ થયો હતો. જયારે એપ્રિલ માસના પ્રારંભથી જ ગરમીએ માજા મુકી છે. દરરોજ ગરમીનો પારો વધતો જાય છે. ગરમીના કારણે લોકો તેનાની રાહત માટે એસી, પંખા સહિત વીજ ઉપકરણોનો વપરાશ વધી ગયો છે. દૈનિક વીજ યુનિટના વપરાશમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ફેબ્રુઆરી-માર્ચમાં ૫૨૬૭૨૮ દૈનિક વીજ યુનિટ વપરાશ સામે એપ્રિલ માસથી દૈનિક ૮૫૦૭૮૧ વીજ યુનિટનો વપરાશ વધ્યો છે. શિયાળાની સરખામણીમાં ઉનાળામાં દૈનિક ૩૨૪૦૫૩ યુનિટનો વપરાશ વધુ થઇ રહ્યો છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા જંબુસર ખાતે આકાર પામનાર બલ્ક ડ્રગ પાર્કના સ્થળની તેમજ પ્રધામંત્રીના સંભવિત જાહેર સભા સ્થળ માટે મુલાકાત.

ProudOfGujarat

વડોદરામાં વિદ્યાર્થીને ગાયે શિંગડું મારતા આંખ ફૂટી.

ProudOfGujarat

બિન જરૂરી વીજરીનો વેડફાટ ..જાણો ક્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!